ભાષા બદલો:    English    |    ગુજરાતી   

શિક્ષણ સંલગ્ન તમામ માહિતીઓનું એક જ સરનામું એટલે...
ગ્રાન્ડ ઍજ્યુકેશન ફૅર : ર૦૧૮

'પાંખ પ્રસારો, આકાશ તમારું'

ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી તરફની ગતિ
ગ્રાન્ડ ઍજ્યુકેશન ફૅર અંગે માહિતી :

ગ્રાન્ડ ઍજ્યુકેશન ફૅર એટલે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટેનો એક અત્યંત હેતુલક્ષી પ્રકલ્પ. સતત બીજા વર્ષે ઉચ્ચ અભ્યાસ માટેની પ્રેરણા અને માર્ગદર્શન આપવાની સાથે વિવિધ વ્યવસાયિકો વચ્ચે સેતુ રચીને વિદ્યાર્થીઓની કારકિર્દીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાનો આ એક વિશિષ્ટ ઉપક્રમ છે.

વિદ્યાર્થીને પોતાની ક્ષમતા અને સજ્જતા અનુસાર કારકિર્દી માટેનું માર્ગદર્શન મળે તે ખૂબ જરૂરી છે. યોગ્ય માર્ગદર્શનના અભાવે ઉચ્ચ શિક્ષણક્ષેત્રે કારકિર્દી ઘડવા અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વિધામાં હોય છે. ઘણી વાર અયોગ્ય નિર્ણયને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ રોળાઈ જતું હોય છે. આવા સંજાગોમાં સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગ્રાન્ડ ઍજ્યુકેશન ફૅર વિદ્યાર્થીઓને માહિતીસભર માર્ગદર્શન પૂરું પાડવાનું એક નવતર અને રચનાત્મક પગલું છે.

img
img
img
img

શૈક્ષણિક સંસ્થાઓ, વ્યવસાયિક તક પૂરી પાડતી સંસ્થાઓ, કૌશલ્યવર્ધન કેન્દ્રો, વિશિષ્ટ તાલીમકેન્દ્રો, ભારતીય અને વૈશ્વિક યુનિવર્સિટી તથા કોલેજોને આ ફૅરમાં સાંકળી, વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ વચ્ચે ફળદાયી આદાનપ્રદાન થાય તે આ ફૅરનો ઉદ્દેશ છે. અહીં વિદ્યાર્થીઓને પોતાની રુચિ અને આવડત અનુસાર એકથી વધુ યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ થાય તે અમારો મુખ્ય હેતુ છે.

શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓની સરખામણીમાં ગ્રામ અને અન્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચે તે અનિવાર્ય હોઈ, આ ફૅરમાં રાજ્યની શહેરી અને ગ્રામ સાથેના તમામ વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને આ તકનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવી છે.

ગ્રાન્ડ ઍજ્યુકેશન ફૅરનું આયોજન શા માટે?

ગુજરાતનું શિક્ષણ રાષ્ટ્ર સ્તરે શ્રેષ્ઠતમ અને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ બની શકે તેવા આશયથી આયોજિત આ ગ્રાન્ડ ઍજ્યુકેશન ફૅરના મુખ્ય હેતુઓ અને લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટેના અમારા ઉદ્દેશો :

 • નવ્ય ભારતના ઘડતરમાં યુવાશક્તિનું સકારાત્મક યોગદાન મળે...

 • મૅક ઈન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટૅન્ડ અપ ઇન્ડિયાના પ્રકલ્પનો હેતુ સિદ્ધ થાય...

 • શૈક્ષણિક કારકિર્દી માટે વિવિધ અભ્યાસક્રમોની માહિતી મળે...

 • ઉચ્ચ અને તાંત્રિક (હાયર એન્ડ ટૅક્‌નિકલ) શિક્ષણ માટે કાર્યરત સંસ્થાઓની માહિતી મળે...

 • વ્યવસાયને અનુરૂપ તાલીમ આપતી સંસ્થાઓની માહિતી મળે...

 • કૌશલવર્ધક માટે તાલીમ આપતી સંસ્થાઓની માહિતી મળે...

 • કારકિર્દી પસંદગી માટેની વિશાળ તકો પ્રાપ્ત થાય...

 • ઉચ્ચ શિક્ષણ માટે સરકારી અને અન્ય અુનદાન અંગેની માહિતી મળે...

 • સરકારશ્રીની શિક્ષણલક્ષી વિવિધ યોજનાઓની માહિતી મળે...

ઍજયુકેશન ફૅરમાં જોડાવાથી થનારા લાભ :

 • રાજ્યની ૬પથી વધુ યુનિવર્સિટી ભાગ લેશે...

 • રાજ્યની રર૦૦ જેટલી કોલેજો સહભાગી થશે...

 • વિશ્વપ્રસિદ્ધ ૧૦ જેટલી વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ અંગેનું માર્ગદર્શન મળશે...

 • શૈક્ષણિક માહિતી માટેના ર૦૦ સ્ટોલનું ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન..

 • ગુજરાતની શ્રેષ્ઠ મૅડિકલ, ઍન્જીનિયરીંગ, આર્કિટૅક્ચર, ડિઝાઈન, આઈ.આઈ.એમ., આઈ.આઈ.ટી., વ્યવસાયિક તાલીમ સંસ્થાઓ, બી.ઍડ. કાલેજા અને તે સિવાયની ઘણી ઉચ્ચ અને ટૅક્‌નિકલ યુનિવર્સિટી તથા કાલેજાની એક જ સ્થળેથી માહિતી મેળવવાની સ્વર્ણિમ તક મળશે...

 • વિવિધ વિષયો પરના નિઃશુલ્ક સૅમિનારનું આયોજન...

 • ભાષાકીય કૌશલ્ય, સંદેશાવ્યવહારની કુશળતા, નિર્ણયશક્તિ, સ્વપ્રેરણા, નેતૃત્વકલા, જૂથકાર્ય કરવાની ક્ષમતા, સમયવ્યવસ્થાપન અને તણાવમુક્ત થવાનું કૌશલ્ય (ટાઈમ એન્ડ સ્ટ્રૅસ મૅનેજમેન્ટ) ઈત્યાદિ શિક્ષણસંલગ્ન વિષયોને સમાવી લેતા સૅમિનારનું આયોજન...

 • નૅટવર્કિંગ સાથે સંકળાયેલા તજ્‌જ્ઞોના સીધા માર્ગદર્શનની તક...

 • સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત GRE, GMAT, SAT, TOFEL, PTE, IELTSનું માર્ગદર્શન...

 • રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદો અને વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક શૈક્ષણિક માર્ગદર્શન મળશે...

 • ગુણવત્તાસભર અને વ્યવસાયલક્ષી શિક્ષણ માટેનું માર્ગદર્શન મળશે...

 • શિક્ષણ માટે લોન, આર્થિક સહાય અને બૅન્કિંગ સહાય અંગેની માહિતી...

 • સરકારશ્રીની વિવિધ સ્કોલરશીપ અને શૈક્ષણિક સહાય યોજના અંગેની માહિતી...