ભાષા બદલો:    English    |    ગુજરાતી   
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નવાનવા આયામો અને સિદ્ધિઓથી વિદ્યાર્થીઓને અવગત કરાવતો ફૅર. શિક્ષણ સાથે સંકળાયેલી ઉજ્જવળ કારકિર્દી ઘડવા અંગેની સંપૂર્ણ માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવતું પ્લૅટફાર્મ.
ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી બનાવવા માગતા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અભ્યાસક્રમ કરવા માગતા, શિક્ષણની વ્યાપક યોજનાઓ વિશે જાણવા માગતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ફૅરમાં ભાગ લઈ શકે છે.
કોઈપણ શૈક્ષણિક સંસ્થાના માધ્યમથી, વૅબ સાઈટ દ્વારા ઓન લાઈન રજિસ્ટ્રેશન કરાવવાથી કે રૂબરૂ મુલાકાત લઈ શકાય છે. અહીં ક્લિક કરો
ગ્રાન્ડ એજ્યુકેશન ફૅરનું સ્થળ ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન એન્ડ એકઝીબીશન સેન્ટર, ૧૩૨ ફીટ રિંગ રોડ, હેલ્મેટ સર્કલ પાસે, અમદાવાદ-૩૮૦૦૦૯, ગુજરાત છે. ગ્રાન્ડ એજ્યુકેશન ફૅરની તારીખ: ૦૨ ફેબ્રુઆરીથી ૦૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધી છે અને ગ્રાન્ડ એજ્યુકેશન ફૅરની કાર્યક્રમ સૂચિ અમારી વેબસાઇટ http://www.educationfairgujarat.org/gujarati/schedule.aspx પર ઉપલબ્ધ છે.
ઉચ્ચ શિક્ષણમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કયા પ્રકારની તકો ઉપલબ્ધ છે તેની માહિતી મળશે.
આ ફૅર દ્વારા વિવિધ અભ્યાસક્રમો, વ્યાવસાયિક તાલીમકેન્દ્રો, કૌશલ્યવર્ધક કેન્દ્રો, સરકારશ્રીની સહાયક યોજનાઓ, શિષ્યવૃત્તિઓ, ઍજ્યુકેશન લોન, સંલગ્ન કારકિર્દીઘડતરની દિશાઓ વગેરે વિશેની માહિતી મળશે.
હા. અહીં વિદેશની યુનિવર્સિટીઓ, ઉપલબ્ધ અભ્યાસક્રમો, પ્રવેશપ્રક્રિયા, ઈન્ટીગ્રેટેડ કૉર્સ, વિદેશમાં ઉપલબ્ધ શૈક્ષણિક તકો ઈત્યાદિની માહિતી મળશે.
શિક્ષણની તકો અને ગુણવત્તા તથા તેને સંલગ્ન પ્રશ્નો સંદર્ભે ખ્યાતનામ તજ્‌જ્ઞો દ્વારા સૅમિનારમાં માહિતી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાવસાયિક તાલીમ આપતી સંસ્થાઓના માહિતીલક્ષી સ્ટોલ્સ ઉપલબ્ધ હશે.
સૅમિનારના વિષયો અને કાર્યક્રમની રૂપરેખા દિવસ પ્રમાણે વૅબ સાઈટ ઉપર ઉપબલ્ધ છે. ભાગ લેવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ એક કે એક કરતાં વધારે સૅમિનારમાં ભાગ લઈ શકે છે.
હા. જો કોઈપણ કારણસર ઓનલાઈન રજિસ્ટ્રેશન ન થઈ શક્યું હોય તો ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન થઈ શકશે. પરંતુ, વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું વધારે હિતાવહ છે.
ના. આ ગ્રાન્ડ ઍજ્યુકેશન ફૅરનું આયોજન સરકારશ્રી દ્વારા થયું હોઈ, ફૅરની મુલાકાત અને સૅમિનાર માટેનો પ્રવેશ નિઃશુલ્ક રહેશે.